લખાણ પર જાઓ

માઇક્રોસોફ્ટ એક્સેલ

વિકિપીડિયામાંથી

માઇક્રોસોફ્ટ એક્સેલ (અંગ્રેજી: Microsoft Excel) એ માઇક્રોસોફ્ટ દ્વારા માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, મેકઓએસ (Mac OS), એન્ડ્રોઇડ અને આઇઓએસ (iOS) માટે વિકસાવવામાં આવેલી સ્પ્રેડશીટ છે. તે ગણતરી, ગ્રાફિક ટૂલ્સ, પિવોટ ટેબલ્સ અને વિઝ્યુઅલ બેઝિક ફોર એપ્લિકેશન્સ નામની મેક્રોપ્રોગ્રામિંગ લેંગ્વેજ જેવાં ફિચર્સ ધરાવે છે. 1993માં પાંચમું વર્ઝન લોન્ચ થયું તે પછી માઇક્રોસોફ્ટ એક્સેલ આ પ્લેટફોર્મ્સ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી સ્પ્રેડશીટ બની ગઈ છે. સ્પ્રેડશીટ માટેનું ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ અગાઉ લોટસ 1-2-3 ગણાતું હતું, પણ 1993 પછી આ સ્થાન માઇક્રોસોફ્ટ એક્સેલે લઈ લીધું.